શિયાળો ધીમે ધીમે શરૂ થઇ રહ્યો છે, તેમાં પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટૂરિસ્ટ્સ હરવા ફરવા માટે કોઇને કોઇ પ્લાનિંગ ચોક્કસથી કરતા હોય છે. જો તમે ભારતમાં શિયાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળોની શોધ કરી રહ્યા હોવ, તો અહીં તમારી મુશ્કેલીને થોડી સરળ બનાવવામાં આવે છે. અહીં ભારતના 10 એવા હોલિડે ડેસ્ટિનેશન અંગે વાત કરવામાં આવી છે, જે તમારાં વિન્ટર વેકેશનને યાદગાર બનાવી દેશે.
ગોવા
ગોવા જવા માટેનો બેસ્ટ સમય શિયાળો જ છે, કારણ કે આ ઋતુમાં ગોવાનું વાતાવરણ અત્યંત સુંદર હોય છે. અહીં તમારાં મનને શાંતિ મળે છે એટલું જ નહીં, સ્પષ્ટ વાતાવરણ હોવાના કારણે તમને પિક્ચર પરફેક્ટ વ્યૂ મળે છે. આ સિવાય અહીંના બીચ પર ક્રિસમસ, ન્યુ યર સેલિબ્રેશન અને કલરફૂલ વિન્ટર કાર્નિવલ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
શિમલા
શિમલામાં શિયાળાની ઋતુમાં ઠંડકની અલગ જ મજા હોય છે. બરફથી ઢંકાયેલા શિખરોનો નજારો અદભૂત હોય છે. આ સિવાય તમે અહીં ફિશિંગ, સ્કિઇંગ, ટ્રેકિંગ અને અન્ય એડવેન્ચરસ સ્પોર્ટ્સની મજા માણી શકો છો. હનીમૂન લવર્સ માટે હંમેશાથી આ હોલિડે ડેસ્ટિનેશન ફેવરિટ રહ્યું છે.
ઓલી
હિમાલયના શિખરો પર ઓલી સ્કિઇંગ માટે પ્રખ્યાત ડેસ્ટિનેશન છે. ઉત્તરાખંડમાં સ્થિત આ સુંદર ઘાટીમાં પાઇનના વૃક્ષોની સાથે હિમાલયના શિખરોનો નજારો પણ લઇ શકાય છે. અહીં જવાનો બેસ્ટ સમય શિયાળો છે કારણ કે આ સમય દરમિયાન શિખરો પર બરફની પરત જામી જાય છે. બરફની હવાઓ અને વાદળોની વચ્ચે સ્કિઇંગ કરવાની મજા કંઇક અલગ જ છે.
કાશ્મીર
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે, અહીં ખરેખર જન્નતનો નજારો જોવો હોય તો શિયાળામાં આ ઋતુની મુલાકાત લેવી જોઇએ. બરફથી ઢંકાયેલા શિખરો, હરિયાળી, અલ્પાઇનના વૃક્ષો, ઝરણાંઓ અને ફૂલોના બગીચાઓ પહેલી નજરમાં જ તમારું દિલ જીતી લેશે. આ આ ઋતુમાં ડાલ સરોવરમાં તમે બોટિંગ પણ કરી શકો છો. આ સિવાય ગુલમર્ગ, શ્રીનગર, સોનમર્ગ અને પહેલગામની પણ મુલાકાત લઇ શકાય છે.
શિલોન્ગ
મેઘાલયની રાજધાની શિલોન્ગ સવારથી લઇને સાંજ સુધી જીવનથી ભરેલું રહે છે. પાતળી સડકો જેની બંને તરફ ઉંચા દેવદારના વૃક્ષો અને લાકડામાંથી બનાવેલા કોટેજ તમારાં શિયાળાની રજાઓને ખાસ બનાવે છે. અહીં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્શિયસ સુધી રહે છે. શિલોન્ગમાં ઝરણાં જોવાની મજા કંઇક ઓર હોય છે. ક્રિનોલીન ફોલ, ટૂ ગનર્સ ફોલ, સ્પ્રેડ ઇગલ, એલિફેન્ડ ગેટ એન્ડ એલિફેડ ફોલ, બીડન અને સ્વીટ ફોલ પરના નજારાઓ સુંદર હોય છે.
કેદારકાંતા ટ્રેક
ઉત્તરાખંડમાં ટ્રેકિંગ માટે આ સૌથી પ્રખ્યાત સ્થળ છે. અહીં 958મ સ્ક્વેયર કિલોમીટરના એરિયામાં ટ્રેકિંગ કરી શકાય છે. અહીં એડવેન્ચર, સીન બ્યુટી, બેસ કેમ્પની બ્યુટી અને સાથે સાથે ગઢવાલ હિમાલય જોવાનો અવસર ચૂકવા જેવો નથી.
કુલ્લુ મનાલી
મનાલી સમુદ્ર તટથી 2050 મીટરની ઉંચાઇ પર છે. આ સ્થળ સ્કિઇંગ, હાઇકિંગ, માઉન્ટનિયરિંગ, પેરાગ્લાઇડિંગ અને અન્ય એડવેન્ચરસ સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. વેલી ઓફ ગોડ્સ તરીકે ઓળખાતું મનાલી એડવેન્ચર લવર્સ માટે સુંદર સ્થળ છે. તો વળી, કુલ્લુ પણ અત્યંત સુંદર છે.
કેરળ
કેરળનો શાંત માહોલ, મનને લોભાવનારા વોટરફોલ્સ અને હિલ સ્ટેશન્સ શિયાળામાં હૃદયસ્પર્શી હોય છે. હાઉસ બોટમાં સરોવની સફર તમારાં વેકેશનને યાદગાર બનાવી દેશે. આ સિવાય શિયાળામાં મુન્નાર, થેકાડે, વયાનાદ, અથિરાપલ્લી વોટરફોલ, વારકલા બીચ અને શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ચોક્કસથી મુલાકાત લો.
અંદમાન
અંદમાન દ્વિપ પર જવાનો બેસ્ટ સમય શિયાળો છે, અંદમાન અને નિકોબારના દ્વિપ પર તમને પહાડોની સાથે સાથે નારિયેળના વૃક્ષો, ગાઢ જંગલો અને બીચના પેરાનોમિક વ્યૂ જોવા મળશે.
કોર્બેટ નેશનલ પાર્ક
જો તમે વૃક્ષોની વચ્ચેથી ધુમ્મસ અને તડકાની હળવી કિરણો જોવા ઇચ્છો છો તો શિયાળામાં કોર્બેટ નેશનલ પાર્કની ચોક્કસથી મુલાકાત લો. શિયાળામાં અહીં સવારનું વાતાવરણ ધુમ્મસવાળું અને હવામાં ઠંડી હોય છે. શિયાળામાં અહીં વધારે જાનવર જોવા મળવાની સંભાવના રહે છે.
B - 13, SF, Radhe Shopping Mall, Near National Handloom, Khokhra Circle, Khokhra, Ahmedabad - 08
M. : +91 9723455067 | +91 7046012506 | Ph. : +91 79 3042 7777