Choudhary Yatra Co. Pvt. Ltd.

Wednesday, 12 November 2014

ભારતના 10 એવા હોલિડે ડેસ્ટિનેશન

શિયાળો ધીમે ધીમે શરૂ થઇ રહ્યો છેતેમાં પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટૂરિસ્ટ્સ હરવા ફરવા માટે કોઇને કોઇ પ્લાનિંગ ચોક્કસથી કરતા હોય છેજો તમે ભારતમાં શિયાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળોની શોધ કરી રહ્યા હોવતો અહીં તમારી મુશ્કેલીને થોડી સરળ બનાવવામાં આવે છેઅહીં ભારતના 10 એવા હોલિડે ડેસ્ટિનેશન અંગે વાત કરવામાં આવી છેજે તમારાં વિન્ટર વેકેશનને યાદગાર બનાવી દેશે.

ગોવા
ગોવા જવા માટેનો બેસ્ટ સમય શિયાળો  છેકારણ કે  ઋતુમાં ગોવાનું વાતાવરણ અત્યંત સુંદર હોય છેઅહીં તમારાં મનને શાંતિ મળે છે એટલું  નહીંસ્પષ્ટ વાતાવરણ હોવાના કારણે તમને પિક્ચર પરફેક્ટ વ્યૂ મળે છે સિવાય અહીંના બીચ પર ક્રિસમસન્યુ યર સેલિબ્રેશન અને કલરફૂલ વિન્ટર કાર્નિવલ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે.


શિમલા
શિમલામાં શિયાળાની ઋતુમાં ઠંડકની અલગ  મજા હોય છેબરફથી ઢંકાયેલા શિખરોનો નજારો અદભૂત હોય છે સિવાય તમે અહીં ફિશિંગસ્કિઇંગટ્રેકિંગ અને અન્ય એડવેન્ચરસ સ્પોર્ટ્સની મજા માણી શકો છોહનીમૂન લવર્સ માટે હંમેશાથી  હોલિડે ડેસ્ટિનેશન ફેવરિટ રહ્યું છે.

ઓલી
હિમાલયના શિખરો પર ઓલી સ્કિઇંગ માટે પ્રખ્યાત ડેસ્ટિનેશન છેઉત્તરાખંડમાં સ્થિત  સુંદર ઘાટીમાં પાઇનના વૃક્ષોની સાથે હિમાલયના શિખરોનો નજારો પણ લઇ શકાય છેઅહીં જવાનો બેસ્ટ સમય શિયાળો છે કારણ કે  સમય દરમિયાન શિખરો પર બરફની પરત જામી જાય છેબરફની હવાઓ અને વાદળોની વચ્ચે સ્કિઇંગ કરવાની મજા કંઇક અલગ  છે.

કાશ્મીર
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છેઅહીં ખરેખર જન્નતનો નજારો જોવો હોય તો શિયાળામાં  ઋતુની મુલાકાત લેવી જોઇએબરફથી ઢંકાયેલા શિખરોહરિયાળીઅલ્પાઇનના વૃક્ષોઝરણાંઓ અને ફૂલોના બગીચાઓ પહેલી નજરમાં  તમારું દિલ જીતી લેશે  ઋતુમાં ડાલ સરોવરમાં તમે બોટિંગ પણ કરી શકો છો સિવાય ગુલમર્ગશ્રીનગરસોનમર્ગ અને પહેલગામની પણ મુલાકાત લઇ શકાય છે.

શિલોન્ગ
મેઘાલયની રાજધાની શિલોન્ગ સવારથી લઇને સાંજ સુધી જીવનથી ભરેલું રહે છેપાતળી સડકો જેની બંને તરફ ઉંચા દેવદારના વૃક્ષો અને લાકડામાંથી બનાવેલા કોટેજ તમારાં શિયાળાની રજાઓને ખાસ બનાવે છેઅહીં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્શિયસ સુધી રહે છેશિલોન્ગમાં ઝરણાં જોવાની મજા કંઇક ઓર હોય છેક્રિનોલીન ફોલટૂ ગનર્સ ફોલસ્પ્રેડ ઇગલએલિફેન્ડ ગેટ એન્ડ એલિફેડ ફોલબીડન અને સ્વીટ ફોલ પરના નજારાઓ સુંદર હોય છે.

કેદારકાંતા ટ્રેક
ઉત્તરાખંડમાં ટ્રેકિંગ માટે  સૌથી પ્રખ્યાત સ્થળ છેઅહીં 958 સ્ક્વેયર કિલોમીટરના એરિયામાં ટ્રેકિંગ કરી શકાય છેઅહીં એડવેન્ચરસીન બ્યુટીબેસ કેમ્પની બ્યુટી અને સાથે સાથે ગઢવાલ હિમાલય જોવાનો અવસર ચૂકવા જેવો નથી.

કુલ્લુ મનાલી
મનાલી સમુદ્ર તટથી 2050 મીટરની ઉંચાઇ પર છે સ્થળ સ્કિઇંગહાઇકિંગમાઉન્ટનિયરિંગપેરાગ્લાઇડિંગ અને અન્ય એડવેન્ચરસ સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છેવેલી ઓફ ગોડ્સ તરીકે ઓળખાતું મનાલી એડવેન્ચર લવર્સ માટે સુંદર સ્થળ છેતો વળીકુલ્લુ પણ અત્યંત સુંદર છે.

કેરળ
કેરળનો શાંત માહોલમનને લોભાવનારા વોટરફોલ્સ અને હિલ સ્ટેશન્સ શિયાળામાં હૃદયસ્પર્શી હોય છેહાઉસ બોટમાં સરોવની સફર તમારાં વેકેશનને યાદગાર બનાવી દેશે સિવાય શિયાળામાં મુન્નારથેકાડેવયાનાદઅથિરાપલ્લી વોટરફોલવારકલા બીચ અને શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ચોક્કસથી મુલાકાત લો.

અંદમાન
અંદમાન દ્વિપ પર જવાનો બેસ્ટ સમય શિયાળો છેઅંદમાન અને નિકોબારના દ્વિપ પર તમને પહાડોની સાથે સાથે નારિયેળના વૃક્ષોગાઢ જંગલો અને બીચના પેરાનોમિક વ્યૂ જોવા મળશે.

કોર્બેટ નેશનલ પાર્ક

જો તમે વૃક્ષોની વચ્ચેથી ધુમ્મસ અને તડકાની હળવી કિરણો જોવા ઇચ્છો છો તો શિયાળામાં કોર્બેટ નેશનલ પાર્કની ચોક્કસથી મુલાકાત લોશિયાળામાં અહીં સવારનું વાતાવરણ ધુમ્મસવાળું અને હવામાં ઠંડી હોય છેશિયાળામાં અહીં વધારે જાનવર જોવા મળવાની સંભાવના રહે છે.

B - 13, SF, Radhe Shopping Mall, Near National Handloom, Khokhra Circle, Khokhra, Ahmedabad - 08
M. : +91 9723455067 | +91 7046012506 | Ph. : +91 79 3042 7777